થાકી ગયો સ્વાર્થ ની આ દુનિયા માં,હું મારી જાતને સંભાળી ને,
મળ્યું ન કોઈ મને નિઃસ્વાર્થ ભાવે , પોતાનો કહી બતાવી ને.
જરૂર પડ્યે સૌ યાદ કરે, ને પોતાનો સ્વાર્થ સારે,
જરૂર હોય આપણને ત્યારેે ,આપણા જ લાત મારે.
સ્વાર્થની આ દુનિયા માં નથી કોઈ આપણું,
આપણા દુઃખ જોઈને બીજા સમજી લે છેે તાપણું.
શેકી લેશે તેમાં પોતાની સ્વાર્થ ની રોટલી,
અને આપી જશે આપણને સહાનુભૂતિની ગોટલી.
કહેવાય છે કે સાપ ઝેરી છે,
પણ હું કહું છું બધા પ્રાણીઓ માં સૌથી ઝેરી માણસ છે.
સાપ કરડે તો શરીર મુર્જાય છે,
પણ માણસ જ્યારે ડંખે છે તો હૃદય દુઃખાય છે.
કોણ સમજાવે માણસ ને કે માણસ થઈ ને જીવ,
ગમે તેટલી ચાલાકી કરશે,તો પણ ઉપરવાળા સામે થઈ જશે નિર્જીવ.