મારી ને તારી વચ્ચે લાગણી વ્યાપી ને,
હું ને તું મટી "આપણે"ની ભાવના જાગી.
ફૂલ ની ફોરમ જેમ ચોમેર પ્રસરે,
તારી સાથે વિતાવેલો સમય કેમ વિસરે?
સંબંધો ને વર્ષો વીત્યા, ને સમય પણ સરકી ગયો,
ગઈ ઉમર પણ સાથે સાથે, ને પાછળ સ્મરણો મૂકતો ગયો.
સ્મરણ સ્મરણમાં પણ ફેર હોય છે,
બધાની જિંદગીમાં ક્યાં લેર હોય છે.
લેર તો એ કરે છે ,જેના પર કુદરતની મેર હોય છે,
જોડી તો બનાવી દે છે એ,પણ નિભાવવાની તસ્દી આપણે લેવી પડે છે.
તારી ને મારી સાથે કુદરતે સુંદર કળા કરી છે,
તું એકલી ના થઈ જાય એટલે જ તો એણે તને મારી સાથે સાંકળી છે.
કુદરતની રચના અનોખી છે,
એને ક્યાં કોઇ એ પારખી છે?
લાગણી વ્યપવા માટે પણ સમય નથી મળતો,
અને હું ને તું માંથી આપણૅ થવા સમય નથી રોકાતો.
મારી ને તારી .....