આજે મહેફીલ જામી'તી સમાજની,
સાથે સાથે મજા પડી ગમ્મત ગુલાલની.
આપણી આસપાસ રહે છે આપણા સમાજ ના લોકો,
ખબર નહોતી મને કે સ્નેહમિલન નો મળી જશે મોકો.
ખૂબ મજા માણી ભેગા થઈને,
કલાકો ના કલાકો જતા રહ્યા ક્ષણ બનીને.
વાતોવાતોમા સમય ગયો,
ને જમવાનો સમય આવી ગયો.
પૂરી સાથે રમતી હતી બટાટાની ભાજી,
બટાટા વડા સાથે લીલી ચટણી હતી રાજી.
છમ છમ કરતી છાશ ને સાથે હતું કચુંબર,
સાથે મગનું શાક ને પાપડ જબ્બર જબ્બર.
મીઠાઈ એ તો માઝા મૂકી, ને ધરપત થઈ ત્યારે,
દાળ ભાત નો સંગમ થયો , ને સાથે લીંબુ હતું જ્યારે.
સાંભળી ને બે શબ્દ બધાના, કે થાય એવું છે,
જો સાથે હોય આપણા,તો હર એક પળ આનંદ છે.
મજા પડી ભાઈ મજા પડી,
સ્નેહમિલનમા મજા પડી.