જિંદગી છે ભાઈ મિજાજી,
હસાવે પણ છે ને રડાવે પણ છે.
ઊંચે ઉડાડે પણ છે ને નીચે પછાડે પણ છે,
જિંદગી છે ભાઈ મિજાજી.
સ્વમાની તરી જાયછે ને અહંકારી ડૂબી જાયછે.
લાલચ રૂપી પાત્ર મા ઢળતાં વાર નથી લાગતી,
ને નિસ્વાર્થ બનતાં વર્ષો વીતી જાય છે.
જિંદગી લલચાવે છે મોહ તરફ,
ત્યારે આત્મા બની જાય છે બરફ.
મોહ થતાંજ મુશકેલી ઊભી થાય,
તેને પામવા જીવડો જીદે ચડી જાય.
જીદ તો એવી કે ઈશ્વર ભૂલી જાય,
બધું જ હું પામી લઉં એવી આકાંક્ષા ઉભી થાય.
હું પણું જ્યાં આવે ત્યાં રાવણ ઊભો થાય,
એનો સંહાર કરવા રામ આવી જાય.
જિંદગી છે ભાઈ મિજાજી,
હસાવે પણ છે ને રડાવે પણ છે.