સમય સમય ની વાત છે,તારો ને મારો સંગાથ છે.
ડૂબી જાય છે બધા લાગણીના સંબંધોમાં,
તો પછી તારી ને મારી શું વિસાત છે.
આજના સબંધો પ્રેમના નહીં,પણ સ્વાર્થના હોય છે,
જ્યારે કાસ નીકળી જાય પછી કોણ તું અને કોણ હું હોય છે.
જ્યાં પોતાની સરખામણી બીજા સાથે હોય ત્યાં દુઃખ ડુંગર જેટલા લાગે,
અને જ્યાં પોતાની સરખામણી પોતાની સાથે જ થાય ત્યારે સુખ નો અનુભવ સુંદર લાગે,
આમ જોવાય તો કહેવા માટે જિંદગી આપણી છે,
પણ અંદર દખલગીરી સૌની છે.
જિંદગી એક પહેલી છે જેને સમજવી ખૂબ સેહલી છે,
પણ પોતાની જાત ને જંજાળમા ફસાવી ઊભી કરી મુશ્કેલી છે.