ઘણી વખત થાય છે, કે મનમાં હું શાં માટે ધારુંં,
થવાનું તો એજ છે,જે પરમાત્મા એ હોય વિચાર્યું.
લજામણીને અડકતાજ નવોઢાની જેમ શરમાઈ જાય છે,
તે જ રીતે અહંકાર આવતાં જ આત્મા ભરમાય જાય છે.
ફરક છે માત્ર એટલો કે એ છોડ છે,છતાં ઈશ્વર ની રચના ને માન આપે છે.
પણ બુદ્ધિશાળી હોવા છતાં આ બાબત પર માનવ કયા ધ્યાન આપે છે.
પ્રભુની રચના અનોખી છે ,ઉપર આકાશ ને નીચે છે ધરા,
આભ જ્યારે વરસે છે,ત્યારે ધરા બને છે વસુંધરા.
કહે રામ રાખે એને કોણ ચાખે,
એના પરનો વિશ્વાસ હેમ ખેમ રાખે.
પ્રભુ થી કોઈ પર નથી,નથી કોઈ એના સમ,
જીવન આપ્યું જીવવા કાજ, જાણી લો સૌ મરમ.