ચાલો જઈએ થોડા દૂર ,
લાવીએ જીવન માં નૂર.
દુશ્મની થી દોસ્તી તરફ ને લાગણી થી પ્રેમ તરફ,
નિરાશાઓ નેવે મૂકી થઈ જઈએ ઠંડાગાર બરફ.
જેના પર અથડાય વિરહ ની વેદના,
અને પરાવર્તિત થઈને આવે ભીની સંવેદના.
નભ ઝૂક્યું ધરાને ભેટવા, જાણે આવ્યું સુખ સમેટવા,
થઈ ગઈ વર્ષા જાણે ,આવી તે ધરા ને દુઃખથી ઉગારવા.
બને જો માનવ વર્ષા જેવો,તો લાગે બધા સુખમાં સમાવા.
દરેક ને મળે સમય પોતાના ને હૃદયમા વસાવવા.