#kavyotsav
કાવ્યોત્સવમાં બધા એ લખ્યું ઉત્સાહ થી,
કોઈએ લાગણીથી,તો કોઇએ પ્રેમથી.
દરેક પાસે છે શબ્દનો ભંડોળ,પણ તેના વપરાશ પર પડ્યો હતો કાટ,
પણ એક તક મળતાં જ, બધાએ માતૃભારતી પર માંડી દીધી હાટ.
આવી તક જો રોજ મળે તો, મન હંમેશા પ્રફુલ્લિત રહે,
અને હૈયે પ્રેમ, ને હાથ માં હમેશા કલમ રહે.
કોઈએ મજા માણી,તો કોઈએ પોતાની વેદના આલેખી,
સૌ કોઈએ પોતાના અંદાજમાં કવિતા લખી.