#kavyotsav
શા માટે તું એકલતા અનુભવે?
શા માટે બીજા પર આશ મૂકે?
તુજ ભીતર જે આત્મા છે એજ સાચો મિત્ર છે.
બીજાને પુરાવા આપ્યા કરતાં પંડ ને સમજી ને ચાલ,
નઈ એ પડછાયો મૂકે પછી ગમે તેવા હોય હાલ.
ઈશ્વર આપણી સાથે છે સૌ કોઇ એવું બોલે છે,
પણ જ્યારે વિપદા આવી પડે, પંડ સિવાય ન કોઈ ડોલે છે.
પરમાત્મા પણ કહે છે કે પંડ ની સહાય પોતે કરો,
પાછળ તો હું ઊભો છું શા કારણે તમે ડરો?
પણ જગતને તો ચમત્કારમાં જ છે રસ,
રાહ જોવામાં જિંદગી લાગે છે નીરસ.
સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ,
લાવે છે આ બધુ પૈસાની ભૂખ.
સંતોષી નર એ સદા સુખી,
પૈસાની પાછળ દોડે એ સદા દુઃખી.
જરૂરી છે પૈસો બે ટંક પેટ નો ખાડો પુરવા,
પણ હોડ થાય છે અહીં પોતાની તિજોરી ભરવા.
ભુખ્યાને ભોજન તો નઈ કરાવે,
પણ મંદિરમાં જઈ પત્થરની મૂર્તિ આગળ દાન ધરાવે.
લોકો કહે છે સતયુગ હતો,
પણ કળયુગ માં તો એનો અંશ પણ ન દીઠો.
સમયનું પુનરાવર્તન હંમેશા થાય છે.
જેવું વાવો તેવું લણાય છે.
પૈસા પાછળ દોડતા દોડતા જિંદગી નીકળી જશે,
પંડને પણ સમય આપો, ઉંમર વીતી જશે.