#kavyotsav
લાગણીના સબંધ મને ક્યાંય નથી ફળ્યાં,
મને પોતાનો ગણે એવા ક્યાંય નથી મળ્યાં.
હતું તણખલું જોઈ ખુશ થયો હું,
બચાવશે મને ડૂબતાં એમ ધારણા ધારું હું.
સંબંધોમાં પણ કંઇક એવું જ છે,
બીજા પર આધાર રાખતા ડૂબવા જેવું જ છે.
મેઘધનુષમા રંગ છે સાત,
લાગણીઓની શું રહી ગઈ છે વિસાત.
લાગણી લાગણી કરીને કરીએ છીએ માગણી,
માગણી કરી કરી ને થઈ જાય છે એની ચાસણી.
ચાસણીમા પણ એવું છે કે પિયે એટલે મીઠી મીઠી,
પણ તેમાં ખાંડની ઓગળવાની કળા કોઈ એ ન દીઠી.
દરિયાના મોજા ની જેમ ઉછળે છે લાગણીના મોજા,
અને લાગણી સાથે રમત રમવાની દુનિયાને આવે છે મજા.