#kavtotsav
નજર થી નજર મળી અને નજરાઈ ગયા તમે,
થોડા ડગ શું માંડ્યા, હરખાઈ ગયા અમે.
હતી વ્યોમ ભણી નજર, થશે મેઘધનુષ ની અસર,
અસર થતાંજ આભની તો બદલાઈ ગઈ ડગર.
વસુંધરા પર માર્તડ ના કિરણ કરી ગયા સફર,
ત્યાં તો પળ માંજ પુષ્પ પર, કળા કરી ગયા ભ્રમર.
આલ્હાદક સૂરો ને રેલાવી ગઇ કોયલ,
તમારી સુંદર છટા થી થઈ ગયો હું ઘાયલ.
મીટ માંડી ને રાહ જોતો હું બેઠો,
કે ક્યારે તમે એવો ને મને તમે ભેટો.
હતું શું આ સ્વપ્ન કે હતી આ હકીકત,
મને તો ગમી છે તમારી આ નજાકત.