#kavyotsav
પંજાબી થાળી એ ગુજરાતી થાળી સાથે,
સૌને આમંત્રિત કરી,
બંને ભેગી થઈ ને મહેફિલમાં જમાવટ કરી.
ત્યાં પાવભાજી એ દોટ મૂકી ને છાશ રાણી તો ગયા રુકી,
કહે બંદા ઊભા રહો, સલાડ ને તો આવવા દો.
કહેતા હતા ત્યાં જ વડપાવ પધાર્યા,
કહે મને મરચાં સાથે આવકાર્યા?
ચાઇનીઝ ભાઈ તો સ્ટિકી સ્ટિકી થઈ ગયા,
ગુલાબજાંબુ તો ચાસણીમાં ડૂબી ગયા.
રસગુલ્લાનો માવો બોલ્યો,
તમે મને તો બહુ ચોળ્યો.
મેગી બાઈ તો લટકતા ચમચીમાં,
ખાધા બધા એ શીર કોરમાં,
સેન્ડવીચે તો માઝા મૂકી,
સોસ માં તો તેમણે મારી ડૂબકી.
ડોલતાં ડોલતાં બર્ગર આવ્યું,
કહે તમે મને યાદ ન કર્યું.
પાણીપુરી તો થનગન નાચે,
તે તો બધાના મનમાં રાચે.
મહેફિલ ની જામી ખરી જમાવટ,
જ્યારે આવી આઈસ્ક્રીમ ની બનાવટ.
મહેફિલ તો વાનગી ઓ ની થઈ,
તમારી જીભ કેમ નાચી ગઈ.