#kavyotsav
'મા'નો હાથ જ્યારે માથા પર ફરે છે , એ ચોઘડિયું જગતનું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય,
જ્યારે તેનો ખોળો ખુંદવા મળે છેે ,એ પળ સૌથી રળિયામણી પળ કહેવાય.
બંધન માં 'મા'સાથેનું બાળક નું બંધન, સૌથી સુંદર બંધન કહેવાય,
એ બંધન ના હોય તો,જગત આખું સુનું સુનું થઈ જાય.
સવારની સુવર્ણ કિરણ એટલે મા,
અને તેના પાસેથી પ્રેમ મેળવવો એટલે ,મળે જાણે પરમાત્મા.
આત્માના દર્શન જેના થકી કરી શકીએ,
એ' મા' સામે આખું જગત હારી શકીએ.
તેનું પ્રતિબિંબ થઈ ને તેને ઓળખશો,
તો પોતાની જાત ને તેમાં નિહાળશો.
માટે જ કહેવાય છે' મા' ને મમતાની મૂર્તિ,
ભલે ને હોય પછી એ પ્રકૃત્તિ.