#kavyotsav
થવાનું હતું એ થઇ ગયું, પસ્તાવાનો શો અર્થ?
લાગણી રૂપી પર્ણમાં છેદ થયાની એક શરત.
ઓળખી ના શકે તું જો મને,સાથ નિભાવવાનો શો અર્થ?
બારણે આવી ઊભો રહુ, આવકાર ના મળતાં થઈ જાઉં પરત.
થવાનું હતું એ થઇ ગયું, પસ્તાવાનો શો અર્થ?
આભમાં ઉઘાડ જોઈ થયું, આવશે નહિ વર્ષા,
વીજળી ચમકતા જ જાણે લાગ્યું ,નહિ રહી જઈએ તરસ્યા.
વેલ ને પણ સપ્તપદીના સુર થઈ નૃત્ય છે કરવું ,
પણ પ્રેમરૂપી આધાર ન મળતાં શી રીતે આગળ વધવું?
હેત છે અપાર પણ અહમ છે આગળ આવતો,
લાગણી વ્યાપી જવા પામી પણ તું મને ના નિહાળતો.
થવાનું હતું એ થઇ ગયું, પસ્તાવાનો શો અર્થ?
થઈ ગઈ ગાઢ રાત્રી, શમણાં સજાવતો હું બેઠો,
ખબર પડી કે અમાસ હતી, ચંદ્ર પણ ન દીઠો.
થાય છે આવું ગાઢ સંબંધમાં ,કે રાહ જોતાં બીજાની,
ભૂલી જવાય છે ભાન ને, છેતરાય છે જાત પોતાની.
થવાનું હતું એ થઈ ગયું,પસ્તાવાનો શો અર્થ?