#kavyotsav .
શું હતું એ જ્યારે લાગણીના ભીના સ્પંદનો ઉભરાયા,
અને શું છે આજે જાણે કેમ પત્થર હોય ટકરાયા.
શું હતું એ જ્યારે આપણા મન થી મન હતા એક,
અને શું છે આજે જાણે ન બોલવાની લીધી હોય ટેક.
શું હતું એ જ્યારે સમી સાંજે આભ ભણી જોઈ રાહ જોતા,
અને શું છે આજે જાણે તારલા જ દેખાતા નહોતા.
શું હતું એ જ્યારે મીઠી નજર કાજે તરસતાં,
અને શું છે આજે જાણે આંખોમાં જ ખટકતાં.
શું એનેજ સ્નેહ, સહાનુભૂતિ અપાતાં?
જે હૃદય સાથે મીઠી રમત રમી જતાં.