#kavyotsav
હું ક્યાં કહું છું કે પાસે રહો,
પણ જ્યાં રહો ,સાથે રહો.
હું ક્યાં કહું છું કે સતત ચાલતા રહો,
પણ જ્યાં અટકુ ત્યાં મારો સહારો બનો.
હું ક્યાં કહું છું કે સતત સંવાદ કરતા રહો,
પણ 'ચિંતા ના કર' માત્ર એટલું જ કહો.
હું ક્યાં કહું છું કે સમય આપતા રહો,
પણ સમય આવતા મીઠી ક્ષણ વિતાવતા રહો.
હું ક્યાં કહું છું કે સુખ નું અજવાળું પાથરતા રહો,
પણ દિયાબાતી બની ને સાથે ઓગળતા રહો.