એકડો કહે ચાલ રમવા જઈએ,
બગડો બોલ્યો ભણવા જઈએ.
તગડો કે દરિયામા તરીએ,
ચોગડો કે શું ચતુર થઈએ?
પાંચડો કે પાણીપુરી મંગાવીએ,
ચાલો ભેગા થઈને ખાઈએ.
છગડા એ તો છક્કો માર્યો,
સાતડા એ તો દાવ હાર્યો.
આઠડો તો ઊંઘવા લાગ્યો,
નવડો તો નાચવા લાગ્યો.
મીંડાભાઈ તો મંત્ર બોલે,
એને સાંભળી સૌ કોઈ ડોલે.