#kavyotsav
જ્યારે તારા આવવાનો સમય નજીક આવતો જતો હતો,
ત્યારે તું મારી કલ્પનામા સમાતો જતો હતો.
જ્યારે કોઈ કહેતું હતું કે દીકરી છે અને કોઈ કહેતું દીકરો છે,
ત્યારે તું મારો જ અંશ બની ને એ સમય ને શણગારી જતો હતો.
દિવસો વીતી રહ્યા હતા ને, સમય તને આવકારવા ઊભો હતો.
ત્યારે તું હળવેક થી આવી ને મારા જીવન ને વર્તમાન બનાવી ગયો હતો.
મારા ખોળામાં આવતાની સાથે જ ,મારું જીવન પાછળ મૂકતો ગયો ,
અને ત્યારે જ એ ક્ષણે મા ના માતૃત્વ થી છલકતું નવજીવન આપતો ગયો.
_એજ તારી 'મા'.