#kavyotsav
અઠવાડિયાના અંતે જ્યારે તારી સાથે મેળાપ થવાનો હોય,
ત્યારે ઘડિયાળ ના કાંટા જાણે ઘી પીને સુઈ ગયા હોય,એવું લાગે છે.
બસ સ્ટેન્ડમાં જ્યારે એકી ટસે બસની રાહ જોવાતી હોય,
ત્યારે રસ્તા દોડી જતા હોય અને બસના પૈડાં અટકી ગયા હોય એવું લાગે છે.
રસ્તામાં જ્યારે મંદ મંદ પવનનો સ્પર્શ થતો હોય ,
ત્યારે તારુ મધુ મધુ હાસ્ય દેહના રુવાટે રુવાટે ફૂટી નીકળ્યું હોય એવું લાગે છે.
અંતે જ્યારે આપણા બંને નો મેળાપ થવાનો હોય અને તું મારી રાહ જોતો ઊભો હોય,
ત્યારે તને છાતી સરસો ચાંપી ને ફરી જન્મ આપ્યો હોય એવું લાગે છે.
_એજ તારી 'મા'.