ફૂલોની સુગંધ મારા હૃદયને મળી આવી,
જાણે ખોબો લાગણીનો ભરી ચંદન ઝબોળી લાવી,
આભાસી સ્પર્શ થયો મને જાણે...
બાગમાં મારી કોઈ નવી ઋત આવી.
નિહાળી આભાસી આંખોથી તો સૌંદર્ય બની આવી,
માંગ્યું થોડું નીર તો બેડલાઓ ભરી લાવી,
આ તો નિર્ભયતા એની,
મેં હાક મારી ને એ દોડી આવી.
ખબર નહિ કેમ એ મોસમ ને હું શબ્દોથી રંગુ છું,
સ્પર્શહીન લાગણીઓને પણ હવે હું અનુભવું છું,
આમ તેમ ભટકવામાં માનતો હું..
હવે કેમ ખુદ માટે એકાંત શોધું છું?
એ ઋતુમા કઈક અલગ રાગ હતો,
ન મળ્યો સબંધ મારો અને એ મૌસમ નો..
શુ એમાંય તારો કોઈ ભાગ હતો?...
Bhaveshsinh