હું શું કરીશ ….?
તું નહીં હોય ત્યારે,
એ અકાળ પડતા વરસાદ ની જેમ
વરસેલો તારો પ્રેમ
કદીય નહીં ભુલાય મને,
એ તારૂ મારી સામે નું ટગર ટગર જોવું
તું નહીં હોય ત્યારે
કોણ જોશે મને ?
હું શું કરીશ ….?
તું નહીં હોય ત્યારે,
નહીં ભૂલી શકુ હું તારો એ સ્પર્શ,
તારી સાથે ની વાતો , તારૂ ચુંબન ,
તારૂ રિસાવું અને મારૂ મનાવવું
તો પણ …….
હું તો તને આમ જ
અવિરત પ્રેમ કર્યે રાખીશ
હું શું કરીશ ….?
તું નહીં હોય ત્યારે,
- હું અને માત્ર તું જ

Gujarati Shayri by Vidhi kapuriya : 111024465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now