પ્રિય જિંદગી,
જરા ધીમે ધીમે ચાલજે બહુ ઉતાવળ ના કરીશ,
કેમ કે તું પાછી આવીશ નહી.
અને મારે ઘણા કામ છે બાકી.
કોઈની નારાજગી દૂર કરવી છે,
તો કોઈના હૃદય માં સ્થાન લેવું છે,
અમુક ના જીવન માં સાથ આપવો છે અને
ઘણા ના જીવન માં મારે યાદગાર બની જવું છે,
એ જિંદગી જરા ધીમે ચાલજે મારે ઘણા કામ છે બાકી....