ઝીંદગી કેટલીય વાર મને ઘૂટે છે..
અંતે મને જ મારામાંથી લૂંટે છે...
હું કરું જેને પામવાની કોશિશ
અંતે તે જ મારાથી છૂટે છે..
કોને દેખાડું ખુલી આંખે સપના...
એ તો ખુદને જ બંધ આંખે લૂંટે છે...
ખબર છે વ્યર્થ આ પ્રયત્નો મારા...
છતાંય વિચારું કે મારા માં જ કાઇ ખૂટે છે...
કેમ સમજવું તને આ માયા દુનિયાની....
અહીં તો પરાયા જ પોતાનાને લૂંટે છે...
માનું છું હજીય કિનારો દૂર નથી...
કે પછી તું લડવા તૈયાર નથી?....
હોય જો હોસલો સપના પર...
તો હજીય હું દૂર નથી.....
બાકી આ માયા તો મૃગજળ જેવી....
કરી નાખે જિંદગી એવી ,
વીત્યા સમય પછી આવે વિચાર,
વીતેલા સમયની આપવીતી એવી....
આ વાત હવે કોને કેવી?....
Bhaveshsinh