બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું..
નહિ તો ઝીંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધીનો...
- બેફામ
જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરા ધામ થઈ જાય.
આદિલ સુરહી ને નયન જામ થઈ જાય..
તું જ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું..
જો કીકી રાધા થઈ જાય તો કાજળ શ્યામ થઈ જાય...
કાજળ ભર્યા નયનના કામળ મને ગમે છે...
કારણ નહિ જ આપું
કારણ મને ગમે છે..
-ઘાયલ
શાંત ઝરૂખે વાટ નિરખતી રુપની રાણી જોઈ હતી....
મેં એક શહેજાદી જોઈ હતી...
એના હાથની મહેંદી હસતી તી..
એના આંખનું કાજળ હસતું તું...
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું તું...
-સૈફ પાલનપૂરી...