Quotes by swapnila Bhoite in Bitesapp read free

swapnila Bhoite

swapnila Bhoite

@swapnila27
(9)

માટીની સુગંધની સાથે આવતી પહેલી યાદ એ પ્રેમ
વરસાદમાં પલળેલા શરીરને જેની ગર્મજોશી સાંભરે એ પ્રેમ,
રડતા રડતા જેનો હાથ માથે ફ઼રે એમ લાગે એ પ્રેમ,
ક્ષિતીજ માં સૂર્ય આથમે ત્યારે જેની હથેળી જોર થી દબાવા મન ચાહે એ પ્રેમ!!

Read More

પારણું વાર્તાનો ચોથો અને આખરી ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે.આખરે ભાગમાં તમને કેટલીક એવી હકીકતો જાણવા મળશે કે જે તમે વિચારી પણ નહીં હશે અને આખી વાર્તા પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશે. આ વાર્તા એક ભાવનાત્મક સફર છે.
હવે આખી વાર્તા પબ્લિશ થઇ ગઈ હોવાથી તમે એક્સાથે વાંચી શકો છો.

તમારો રિવ્યૂ જરૂરથી આપશો.

Read More

થોડું Insta story ની જેમ લાઈફ એડિટ થતી હોત તો કેવું સારું
થોડું ગમતા લોકોને save કરવાની વ્યવસ્થા હોત તો કેવું સારું
ફિલ્ટર થોડા જિંદગી પણ આપી દેત,
તો થોડી અમે પણ તેને bright બનાવી દેત,
બધી સ્થિતિઓમાં પાછળ બેગ્રાઉન્ડ મ્યુઝીક વાગતું તો કેવું સારું
થોડું રીલ જેવી ટૂંકી ને ટચ હોત જિંદગી તો કેવું સારું...

Read More

રમવાને ક્યારેક આંગણું નાનું પડે નહીં
ઘરમાં વધુ ચાર લોકો ભીડ લાગે નહીં
વહેતું ના હોય પાણી નદીએ કાયમ
પણ કદી’યે ગામનો કૂવો કોરો પડે નહિ

પ્રસંગ કોઈનો કદી ખોટવાય નહિ
ઓછું ભલે મળે, જણ એકેય ભૂખું સુવે નહિ
રડવાને શોધવી ના પડે બાથો
વાંસો હંમેશા અનુભવે સથવારો

માટીના વાસણ જેવો માટીનો મળે માણસ
લાગણીઓ સિંચાય એમાં ને ઘડાય સાહસ
એકલું પડે નહિ જીવનું પંખેરું કદી
રોજે ચબૂતરે થતો શ્રાવણી મેળો

અલગથી હોય નહિ ત્યાં મળવાના ઠેકાણા
ચાર મિત્રો ભેગા થાય ને બંને અઠંગ-અડ્ડા
પ્રેમ પાંગરે છાંયડાઓમાં, આડાશોમાં
ને જીવન ઉગે તુલસી ક્યારાઓમાં

એ સમય, એ ગામ, એ જીવન
ક્યાંક ખોવાઈ ગયું કે રિસાઈ ગયું?!
માનવીનું ભીનું હૈયું,
કહો, શા કારણ સુકાઈ ગયું??
~ સ્વપ્નિલા

Read More

પારણુ વાર્તાનો ભાગ ત્રણ પ્રકાશિત થઈ ચૂક્યો છે.
જે વાર્તા વાંચી રહ્યા છે તેંઓ તેમના અભિપ્રાયો જણાવશો
અને નથી વાંચી તો ગુજરાતી વાર્તામાં જઈને પારણી ભાગ 1 થી વાંચવાની શરૂઆત કરશો વાંચવાની શરૂઆત વશ્ય કરશો. ખૂબ સુંદર વાર્તા છે.
https://www.matrubharti.com/book/19975145/paranu-3

Read More

પ્રેમના પારખાં રોજ રોજ ન હોય
શ્રદ્ધા ના હોય ત્યાં ઈશ્વર પણ ન હોય
ચાહવાની કોઈને એવી મજબૂરી હોતી નથી
લાગણી વિના કોઈ વ્યક્તિ ક્યાય ટકતી નથી.

Read More

વાદળને જોઈને જેમ વરસાદની આસ મળે,
એમ હું તને જોઈને પ્રેમની રાહ જોઉં છું
આ રાહ જોવાની પ્રક્રિયા જ પ્રેમ જેવું લાગે, બાકી એક વાર પ્રેમ વારસી ગયા પછી વિરહનો ઉચાટ જીવવા નથી દેતો ...

Read More

ક્યાક ખોવાઇ ગયું છે મોહ વાળું પાનડું
આજકાલ સાલુ કશે લગતું નથી મનડું
.
.
.
.

https://www.matrubharti.com/book/19974694/paranu-2

પારણું વાર્તાનો બીજો ભાગ અહીં પ્રસ્તુત થઈ ગયો છે.પહેલો ભાગ નથી વાંચ્યો તો શરૂઆત ત્યાંથી કરશો કારણ કે તો જ તમને વાર્તા સમજાશે.

પારણુંએ એક એવા પુરુષની વાર્તા છે જે બાળકો સાથે વધુ કમ્ફર્ટેબલ નથી, પરંતુ તે તેના અંગત જીવનમાં એવા મોડ પર આવી જાય છે કે તેને અમુક નિર્ણયો લેવા હવે જરૂરી છેે અને ત્યારે જ એકાએક તેનો ભેટો એક એવી વ્યક્તિ સાથે થાય છે જે તેની સમસ્યાને જાદુઈ રીતે દૂર કરી દે છે. આ વાર્તા એ એક પુરુષનો પ્રવાસ છે, પિતૃત્વ પામવા સુધીની તેની સફર છે. અવશ્ય વાંચજો અને તમારા વિચારો મને જણાવશો.

https://www.matrubharti.com/book/19974694/paranu-2

Read More

બે મોટી વયના પુરુષ મિત્રો જ્યારે એકબીજાને મળે ત્યારે ભાગ્યે જ તેઓ એકબીજાના અંગત સુખ દુઃખની વાતો કરતા હોય છે. મોટેભાગે તેઓ રાજકારણ,હવામાન,સંસ્કૃતિ એ બધી વાતો કરતા જોવા મળશે કારણ કે બંનેને ખબર છે ચર્ચાઓ કરવાથી પરિસ્થિતિઓ બદલાતી નથી, તેથી એકબીજાનું દુઃખ વધારવા કરતા હુંફાળો સથવારો બનીને રહેવું વધુ જરૂરી અને યોગ્ય છે. ખરું ને?

Read More