Quotes by Riddhi Patel in Bitesapp read free

Riddhi Patel

Riddhi Patel

@riddhipambhar9gmailc
(7.8k)

આધ્યાત્મિકતા એટલે શું?
બેદરકાર માણસને ઢોળાવોની ખડબચડી પગદંડી પરથી સભાનતાની કેડી તરફ ખેંચે ને ન્યૂનતાના ધુળીયા મારગે લાવીને ધીમેથી ખબર પણ ન પડે એમ વળાંક લઈને શૂન્યતાના હાઇવે પર ચડાવી દેતો રસ્તો...
- Riddhi Patel

Read More

તમે આવોને સન્માન મળે એના કરતાં તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો...

તુલસી ધીરજ મન ધસે,
હાથી મનભર ખાય,
ટુકડા અન્ન કે કારણે,
શ્વાન ઘરોઘર જાય...

ગેંડાની જેવી ચામડી રાખે, મગરનાં આંસુ સારે અને લાગ મળે ત્યારે વાંદરા જેમ ગુલાંટ મારી એક ડાળીથી બીજી ડાળીએ ઠેકી જાય એ નેતા...!!!

Read More

નુતન વર્ષાભિનંદન...
સાલ મુબારક...
નવા વરસનાં રામ રામ...
જય શ્રી કૃષ્ણ...
Happy new year...

- Riddhi Patel

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની બહુ ચિંતા કરવી નહીં અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની બહુ ચિંતા કરવી નહીં ...

Read More

મનની ભયંકર ખાસિયત એ છે કે નીતિ, નિયમ અને નિયંત્રણ આ ત્રણમાંથી એકપણ ચીજ એને ગમતી નથી હોતી...

સમય અને પ્રસંગ અનુરૂપ વસ્તું સારી લાગે...હોળીનાં દિવસે ફટાકડા ન ફોડાય અને દિવાળીનાં દિવસે હોળી ન પ્રગટાવાય...

Read More

કૃષ્ણ...
પૃથ્વી પર થઈ ગયેલાં, હયાત અને થનારાં માણસોમાં સૌથી સરળ છતાં સમજવામાં અઘરામાં અઘરું અને અટપટું પાત્ર...
- રિદ્ધિ પટેલ

Read More