Quotes by Rutu Bhatt in Bitesapp read free

Rutu Bhatt

Rutu Bhatt

@radhi12


વાત એ ધીમે કહું કે સાદ હું પાડું તને ?
આમ તું સાવ નિકટ, ને આમ પેલે પાર છે ‌ !

પ્રેમ અને મોતની પસંદગી તો જુઓ,
એકને હૃદય જોઈએ ....
તો બીજાને ધબકારા.

અછત શબ્દો ની તો ક્યારેય હતી જ નહીં,
બસ સમજે એ મૌન તો ફરીયાદ બીજી હતી જ નહીં.

જે ન કરવું હોય તે થઈ જાય,
જે ન કહેવું હોય તે કહેવાય જાય,
ને ખરેખર જે કહેવું હોય તે તો રહી જ જાય.......

कोई हुनर, कोई राज, कोई राह, कोई तो तरीका बताओ.....
दिल टूटे भी ना, कोई रूठे भी ना, साथ छुटे भी ना...
और ज़िंदगी गुज़र जाये.......

Read More

આંખ મીંચીએ તો ઊંઘના નામે સપનું છે તું,

ને જાગીએ તો એક એક પળ સપનાની જેમ...

જીવવાના નામે તું જીંદગી છે.....

આ અધુરા અહેસાસ ને કંઈક આપજે 🌼
મારા અંતરના ગીત ને સંગીત આપજે 🎶
છે હજારો એ વાલપ ની વાતો 💌
વાતો કરવાનું એક બહાનું આપજે 👣

Read More

तसल्ली से पढे होते तो समझ में आते हम,
जरूर कुछ पन्ने बिना पढे ही पलट दिए होंगे।

'ખુશી' ઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી ને,
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.
_________

Read More

તને શોધવા નીકળી હોય ત્યારે તું ના મળે,
પણ પ્રેમના અજવાળામાં તું ઝળહળી ઉઠે...
તને પકડવા મથીએ ત્યારે તું છુટી જાય...
પણ પ્રેમ માં બંધાઈને અમારી આસપાસ સુગંધાયા કરે...
તને માગીએ ત્યારે તું ભાગે,
પણ આપવા બેસીએ ત્યારે તું મારામાં ઊગી નીકળે!
#જિંદગી

Read More