Quotes by Gumnaam in Bitesapp read free

Gumnaam

Gumnaam

@prithvigold4140


કહેવું છે ઘણું,
પણ શબ્દોથી નહીં,
હવે કામ થી ઓળખાવું છું...

અંદાજ કંઈક અલગ છે મારો,
બધાને મંઝિલનો શોખ છે,
અને હું રસ્તા પર ફિદા છું...

એક નાનકડો બિઝનેસમેન રોજ પોતાની દુકાન ખોલતો , અને બેઠા બેઠા દરેક દિવસ એકજ વાત મનમાં વિચાર કર્યા કરતો..

મારું બિઝનેસ ચાલતો નથી... માર્કેટ માં સ્પર્ધા વધુ છે... એમાં લોકો મારી પાસે ક્યારે આવશે ખરીદી કરવા ?

એક દિવસ એક Mentor એવા ગુરુજી એમને મળ્યા અને કહ્યું 👇

જ્યાં સુધી તું પોતે તારી કિંમત તારી સ્કીલ અને વેલ્યુ નહીં જાણે ત્યાં સુધી તને કોઈ ગ્રાહક પણ નહીં જ સમજે.

એ દિવસથી એ વેપારીએ પોતાના વિચાર ,દિમાગ અને કામ કરવાની રીત માં બદલાવ લાવ્યો

■ તે પોતાની પ્રોડક્ટ નહીં પણ બ્રાન્ડ વેચવાનું શીખી ગયો
■ ગ્રાહક સાથે સંબંધ બનાવવાનું શીખી ગયો
■ પોતે મૂલ્ય આપતો હોવાનું માનવા લાગ્યો અને લોકો ને સમજવા લાગ્યો

અને ધીમે ધીમે બીજનેશ માં બદલાવ આવતો ગયો…અને માર્કેટ માં પોતાની જગ્યા બનાવી લીધી .

Message for Business Owners

વિચારો માંથી સફળતા ઊગે છે.
તમારું બિઝનેસ કેવી સ્થિતિમાં છે એ મહત્વનું નથી…
તમારું મન શું માને છે એ જ તમને મિડીયોકર કે માસ્ટર પીસ બનાવે છે.

માટે આપણા બિઝનેસ અને કામ ને પ્રેમ કરો અને હંમેશા પોઝીટીવ જ વિચાર કરો કેમકે વિચાર બનાએ જિંદગી....

Business Success Formula

Self-belief × Smart Action = Brand Growth

The Mind is Everything. What You Think, You Become.

મન માં હંમેશા પોઝીટીવ વિચારો , આત્મવિશ્વાસ, નવી રીતો અને લાગણી અને ઇમોશન ભરો
બાકી બીઝનેશ પોતે બોલવા લાગશે.

Read More

કદી સાંભળતું નથી નસીબ, છતાં હું ફરી ફરી પ્રયત્ન કરું છું,
તૂટી પણ જાઉં તો શુ ? હું તો માટીનો છુ, પાછો આકાર ધરું છું…

જ્યાં બધું ખૂટી જાય, ત્યાંથી જ શરુઆત હોય છે,
આજે નહિ તો કાલે, હું પણ મારી જગ્યા બનાવું છું…

Read More

અચાનક બાય કહીને જતા રહ્યા,
દિલમાં એક ખાલી જગ્યા છોડી ગયા.
આંસુનો દરિયો છે હવે આંખોમાં,
કોઈની રાહ ક્યારેય નહિ જોવી એ શીખવતા ગયા.

Read More

બોલવું છે સરળ, સમજવું એ કળા છે,

શબ્દો ગહન હોય શકે , તો પણ અહીંયા ક્યાં કોઈ હળવા છે ?

किसी को घर से निकलते ही मिल गई मंज़िल

कोई हमारी तरह उम्र भर सफ़र में रहा

ચૂપ કે મૌન રહેલ વ્યક્તિ કંઈક બોલવા માગતી હોય છે
પણ
હોઈ શકે છે કે યોગ્ય સમય કે યોગ્ય શબ્દની રાહમાં હોય છે

કોઈની સાથે વાદવિવાદ થાય અને જો છેલ્લો શબ્દ ,,,,,
તમારે જ બોલવાનો હોય તો એટલું કહેજો કે,

મને લાગે છે કે તમારી વાત સાચી છે.

Read More