Quotes by Mitul Prajapati in Bitesapp read free

Mitul Prajapati

Mitul Prajapati

@prabhu1205


જાણે અજાણે એની આંખો શું જોઈ લીધી,

ઉંધે તો બાપા આખી રાત માથે લીધી...
- કુંભાર

શી જરૂર છે એને આ AI ઇમેજ બનાવવાની,
દુનિયા તો એમ પણ દીવાની છે એની સાડીની,
ગુલાબી, લાલ, કાળી અને જેટલા બી હોય કલર,
એતો રંગને પણ રંગત આપે,એ એવી છે મજાની..
- કુંભાર

Read More

મળ્યાં હતા અવસર મળવાના ઘણીવાર,
પણ તમને તો ક્યાં હતું ભાન એનું કોઈવાર,
જોવડાવી છે રાહ તમે સવાર થી સાંજ સુધી,
આજ ફરી ઊગ્યો સૂરજ ઇન્તજારનો ને દિવસ છે રવિવાર...
- કુંભાર

Read More

નથી જોઈતો મને સાથ તારો જીવન ભર નો,
ગુજરે એક સાંજ તારી સાથે ને ઉતરે થાક દિવસ ભર નો...
- કુંભાર

માહોલ તો તમે જ બનાવો હો..
ખુલ્લા વાળને ખંખેરતા દિવસ ને સાંજ બનાવો હો...
- કુંભાર

નથી ગમતું યાર હવે તારા વગર,
નીકળ્યું આખું ચોમાસુ વર્ષા થી ભરપૂર,
આ વરસાદમાં ભીંજાયો તો છું,
પણ આમ તો સાવ કોરો છું તારા સાથ વગર...
- કુંભાર

Read More

મળ્યા તા આપણે એ પણ એક સમયની વાત છે,
પડીશું છૂટા એ પણ એક સમયની વાત છે,
સમય મળે તો નિભાવ જે સાથ બેઠા હઈશું અહીં જ,
તને કે તારા સમય પર ક્યા કોઈની પાબંદી છે,
- કુંભાર

Read More

હોય જો લાગણી સાચી તો જતાવી દેવી,
ખુલા મૂકી મન ને, મન ની વાત કહી દેવી,
ભલે ને એ મને કે કમને સાંભળે ,
શું છે કિંમત એમની, તમારા જીવન માં જણાવી દેવી...
- કુંભાર

Read More

તું ભૂલે છે ઘણું બધું ,એ જ તો મને ગમે છે,

ભર જુવાની માં, તારું આ બાળપણ મને ગમે છે...
- કુંભાર

હતું કે લખશે એ લેખ આ પ્રેમ કથાનો,
બસ બે પંક્તિ માં લખી ગયા સારાંશ એનો ...
- કુંભાર