The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેતન અને પારૂલ રોજ સોસાયટીમાં સૌ છોકરાઓ સાથે મળીને સાંજના સમયે સ્કૂલેથી આવીને જાત જાતની રમત રમતા હતાં. આજે કેતન અને બીજા પાચ છોકરાઓ, રમેશ,લાલુ, શરદ, રાજુ અને ભાવેશ લખોટીની રમતા હતા, અને તેઓ કુંડાળા માની લખોટીને તાકીને કુંડાળા માથી બહાર કાઢવાની અને જેટલી લખોટી બહાર આવે તે તેની થતી. પારૂલ તેની બહેનપણીઓ સાથે સોસાયટીના કંપાઉન્ડમા સાયકલ ફેરવતી હતી. કેતન- પારૂલ, જલ્દીથી આવ, મારો વારો આવ્યો છે, તું કહે તે લખોટી કાઢીને બતાવુ. લાલુ- ઍ કેતન ચલ જલ્દી કર, હુ જોવુ છું તું કેવી રીતે લખોટીને તાકે છે, તું તો ચસ્મીસ છે. તેજ વખતે પારૂલ ત્યાં આવે છે અને આ સાંભળે છે. પારૂલ- કેતન ચાલ પેલી વચ્ચે આરપાર દેખાય છે તે લખોટી તું મારે માટે કાઢ. કેતન - સારુ, તું ઉભી રહે હમણા એક જ મીનીટ માં તે આરપાર ને બહાર કાઢું છું. લાલુ- એ ચસ્મીશ, જલદી કર. પારૂલ- લાલુ જરા તારુ મોઢું સાંભળીને બોલ. લાલુ- તું મને કોણ કહેવા વાળી, એકવાર નહી સૌ વાર ચસ્મીશ તેમ કહીને તેણે આવેશમાં એક નાનો પથ્થર કેતનના ઉપર ફેક્યો. કેતન તેનાથી બચવા નીચે નમીયો, એમ કરતાં તેના ચશ્મા નીચે પડી ગયા અને તેનો એક કાચ અને ફ્રેમ તુટી ગયા. કેતન- લાલુ આ તે શુ કર્યુ? હમણા થોડો વખત પહેલા મેં નવા ચશ્મા કરવેલા, મારા મમ્મી-પપ્પાને હુ શુ કહીશ. લાલુ- આંધળા, ઍ તારે જોવાનું. આ બધું જોઇને , સાંભળીને પારૂલને ગુસ્સો આવે છે, અને તે લાલુને કહે છે, પારૂલ- તને શરમ નથી આવતી, તે મારા ભાઈને ગમે તેમ કીધુ, ઉપરથી તેને પથ્થર પણ ઉગમીયો અને હજીય ગમે તેમ બોલે છે. આજે તો હુ તારા ઘરે ,તારા મમ્મી-પપ્પાને જણવીશ કે આ લાલુને થોડો સમજાવો તે દરેક્ની સાથે ગમેતેમ વર્તે છે. સાથે સાથે તું કેતનને sorry કહે. લાલુ અને પારૂલની સામસામે થોડીવાર બોલાચાલી પછી કેતન પારૂલને ઘરે લઈ જાય છે. ઘરે મમ્મી-પપ્પાને પુરી હકીકત જણાવે છે. કેતન મમ્મી- પપ્પાને કહે છે, પારૂલ મારી નાની બહેન છે પણ તે કોઈથી ડરતી નથી અને નાની પણ મારી મા છે, જે મારુ કસે ખરાબ થવા નથી દેતી. કેતન બધાને કહેતો હોય છે, જોઈ મારી નાની બહાદુર બહેન.
આવી આવી એ.નાર.આઈ. સીઝન આવી... અવ-નવી વાતો લાવી... મોટેરાની ખુશીઓ લાવી... ભૂલકાઓની ગિફ્ટ લાવી... આવી આવી એ ના આઈ સીઝન આવી... ઊંધીયું પુરી ને જલેબી લાવી... કચોરી કહે હું પણ આવી.. મીઠી -મીઠી ચીકી આવી... આવી આવી એ ના આઈ સીઝન આવી... રેસ્ટોરન્ટમાં બહાર આવી... લગ્નનોમા મહાલવાની મઝા આવી... હા.. ભાઈ ફુલ-ગુલાબી મૌસમ આવી.. આવી આવી એ ના આઈ સીઝન આવી...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser