Quotes by status india in Bitesapp read free

status india

status india Matrubharti Verified

@mrsilentloverjeksgmail.com091609
(366.6k)

#KAVYOTSAV -2

પહેલ અહીં, ક્યાં કોઈ સંબંધોને ટકાવવાની કરે છે
રસ્તામાં મળે ને કેમ છો? પુછી ડગલાં ભરે છે

સંબંધ આજે, ચાતકની અધુરી તરસ જેવા થયાં
દીકરાની યાદોમાં જ મા-બાપના અંતર ઠરે છે

એમજ તો ક્યાં કોઈની પાસે સમય છે મળવાનો
જરૂર પડ્યે એજ બધાં મળવાં માટેય મરે છે

ક્યાં કોઈ હાલચાલ એકબીજાના પુછે છે! ને એજ
દુ:ખના દરિયામાં પાછળ ને સુખમાં આગળ તરે છે

પહેલ તો જિંદગી જીવવાની કરવાં જેવી છે
પરંતુ કેમ તેનાથી જ માણસ આટલો ડરે છે?

સુખ દુ:ખને શું એમજ વાગોળતાં રહેવાં?
જોને એક નિરાશ થઈ, તો બીજો મોજમાં ફરે છે

- જયદિપ ભરોળિયા ( ડિયર જયુ )

Read More

#moralstories

બે મિત્ર હતાં. બંનેની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી. રસ્તાં પર જગ્યા મળે ત્યાં રહેવાનું અને સુય જવાનું. એક સાંજે બંને એક સાથે બેઠાં હોય છે. ત્યારે એક મિત્ર બોલ્યો..

"યાર. ઈશ્વરે આપણને કેવી પરિસ્થિતિમાં મુકી દીધાં. બીજાં માતા-પિતાના બાળકો કેટલાં ખુશ હોય છે. અને આપણે....!!!!"

જ્યારે બીજો મિત્ર થોડાં ઉચ્ચાં વિચારો ધરાવતો હતો. તેણે કહ્યું..

"જિંદગી કેવી રીતે જીવવી! એ આપણી હાથમાં છે. અને ક્યારેય ઈશ્વરને દોષ ના આપવો જોઈએ. કારણ કે પરિસ્થિતિ માટે તો આપણે જ જવાબદાર હોઈએ છીએ."

બંને પોતપોતાનાં વિચારોને સાચાં માનતાં હતાં. એટલે બંને વચ્ચે બોલાચાલી થઈ. અને બંનેએ શર્ત લગાવી. બંને પાસે સો-સો રૂપિયા હતાં. આવતી કાલે સાંજે જેનાં રૂપિયા વધારે હશે તે સાચો. બંને રોજ ભીખ માંગીને પેટ પુજા કરતાં. એટલે પ્રથમ મિત્ર સવાર થતાં રાબેતા મુજબ ભીખ માંગવા લાગે છે. શર્ત જીતવાં માટે અને પોતાની વાત ખોટી નથી એ સાબિત કરવાં માટે તે નાસ્તો પણ નથી કરતો. અને સો રૂપિયા સાચવી રાખે છે.

જ્યારે બીજો મિત્ર સવારમાં ત્રીસ રૂપિયાનો નાસ્તો કરે છે. અને બાકી વધેલાં સીત્તેર રૂપિયાની એક રૂપિયાવાળી બોલપેન ખરીદે છે અને એક સ્કુલના ગેટ પાસે જઈ વહેંચે છે. એક રૂપિયામાં ખરીદેલી બોલપેન તે ત્રણ રૂપિયામાં વહેંચે છે.બધી જ બોલપેન વહેંચાઈ જતાં નક્કી કરેલાં સ્થળે આવે છે. થોડી વારમાં પહેલો મિત્ર પણ ત્યાં પહોંચી જાય છે. પરંતુ તેને તો ભીખમાં દસ-વીસ રૂપિયા જ મળ્યાં હતાં. જ્યારે બીજાં બીત્રએ ત્રણ ગણાં રૂપિયાં એકઠાં કર્યા હતાં. ત્યારે તેણે પોતાનાં મિત્રને કહ્યું.

"આપણે ઈચ્છીએ તો બધું જ કરી શકીએ. ખુશ રહિ શકીએ, હરીફરી શકીએ..પરંતુ પરિસ્થિતિ પર રડતાં રહીએ તો કંઈ જ ના થાય. આપણે આપણી પરિસ્થિતિ માંથી બહાર આવવાનું વિચિરીએ જ નહીં તો આગળ કેવુ રીતે આવી શકીએ? એટલે પોતાની પરિસ્થિતિ માટે અન્ય ને દોષ ના આપવો જોઈએ."

Read More

#love you mummy

મારી પ્રીય
મમ્મી

મમ્મી બચાવ મને આ અવાજ વહેલી સવારમાં તારા કાને પડતાંની સાથેજ પપ્પાના ડરથી બચાવવા તારા ખોળામાં તે મને સ્થાન આપી દીધું. મમ્મી જ્યારે મારો જન્મ થયો ત્યારે અડધી રાત્રે તું મારી ગોદડીઓ બદલતી ત્યારે મને એટલી પણ ખબર ન હતી કે ગોદડી ભીની થઈ ગઈ છે કદાચ તે ભીની ગોદડીમાં આખી રાત મને સૂવા દીધો હોત તો કોઇ ફર્ક ના પડેત. પરંતુ કહેવાય છે ને "મા તે મા બીજા બધાં વગડાંના વા" મમ્મી આજે મને એટલી ખબર પડે છે કે મારે મંદીરમાં ભગવાનને શોધવાની જરૂર નથી કારણ કે હું જેના ખોળામાં સૂવ છું એ સાક્ષાત ઈશ્ર્વર છે

લી તારો
બાળ

Read More