Quotes by Bihag Trivedi in Bitesapp read free

Bihag Trivedi

Bihag Trivedi

@bihag.trivedi
(66)

#kavyotsav
#કાવ્યોત્સવ

ગીત - સંબંધ ઉછીના ..

આંખોના ખચકામાં વાવ્યુતું આંસુ , ઉગ્યા છે ફૂલ તેમાં ભીના ,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં ....


એકાદ ક્ષણની વાત કહું કેમ કરી ,

જેને કહું છું , હું જિંદગી ,

આવી અનેક ક્ષણ મૂકી મંદિરમાં 

રોજ કરૂં તેની હું બંદગી ,


હવન સરીખો એક ભડકો છે ભીતરે , નાખો તેમાં તમે હવે ઘી ના ,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં ....


ભીતરમાં ભટકીને યાદોને આપ્યું ,

થોડું ખાતર , થોડું પાણી ,

પછી પાનખરે જામી જો કેવી લીલોતરી ,

જાણે ભીતરે હો કોઈ ઉજાણી , 


આમ દૂર દૂર બેસીને , મારી વસંત ને , છાનીમાની તું હવે પી ના ,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં ....


-------અનિર્ણિત 

Read More

કવિતા - પ્રેમ

એક ડોસો ,ડોસીને પ્રેમ કરે ,

શરમાઈ જુવાનિયા એમ કરે ,

જતી ઉંમરે વળી વહેમ કરે ,

ડોસી પૂછે , તું કેમ એમ કરે ?...


ચશ્માં માંથી આંખો મારે ,

ગાલે હળવો લાફો મારે ,

દીદાર ડોસી નો સતત ઝંખતો ,

જો રસોડામાં આંટો મારે ....


ચોકઠું પહેરી ચીંગમ ચાવે ,

ગળે રેશમી રૂમાલ લટકાવે ,

પૂછતો રહેતો , જોઈ ડોસી ને ,

ચાલ , ફરી તું ખંડાલા આવે ?...


એકલતામાં હાથ પકડતો ,

વારે વારે અડતો રહેતો ,

તસ્વીર જોઈ તે ડોસીની ,

હવે ક્યારે મળશું એમ કહે  ..


એક ડોસો ,ડોસીને પ્રેમ કરે ,

શરમાઈ જુવાનિયા એમ કરે ..


-------અનિર્ણિત 

#કાવ્યોત્સવ #kavyotsav

Read More

એક બીલીપત્રનું ઝાડ , ઉગી નીકળ્યું મસ્જિદમાં ,
બધુજ હેમખેમ કરવાની , એક આકરી
જીદમાં ....

-----અનિર્ણિત