Quotes by Pravin Joshi in Bitesapp read free

Pravin Joshi

Pravin Joshi

@bhudev


ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!

સુ પ્રભાત સૌ નું મંગલ થાવ

Read More

સપનાઓ તો
મનના માળિયે કુદકા મારતા રહ્યાં
પણ હકીક્તોએ
ચુપ રહીને જીવતા શીખવાડી

Good Night

એક શબ્દ નો ભાર આખી જિંદગી પર ભારે પડ્યો

એની "ના"

સમજે તો વાત કહેવાની હતી

ના સમજુ હતી એ
એટલે તો પીડા મારે એકલે સાહેવાની હતી

સાથ એવો આપજે કે હું મૂકી ના શકું

ભાર એવો આપજે કે હું ઝૂકી ના શકું

દૂરતાનો એક દરિયો હું તરીને મળું     

હાથ એ રીતે પકડજે કે ડૂબી ના શકું   

Read More

એની ખામોશી કેટલી ખૂબસૂરત હોય છે.


ફોન પર ચાલુ વાતે થોડૉ વિરામ લઇને

એક લાંબો શ્વાસ લઇને વાત કરવાનું ફરી શરૂ કરે...  


ત્યારે ...

મહોતરમાના અવાજમાં સુંગધી ભીનાશની છાંટ સાથે

લાગણી સિતારનો રણઝણતો સૂર એનાં શ્વાસને

સંગીતમય બનાવીને મારા કાનને અડકે છે.


અને એ માયાળુ યાયાવરી પંખીણીના ટહુકાથી

હ્રદય, મન, આત્મા, સહિત મારી સાંજ ટહુકી ઉઠે છે..


એનાં શ્વાસોનાં ફફડાટ અને મારા હ્રદયનાં થડકાર 

વચ્ચેની ટેલિપથી સર્જાય છે.


અને


થોડી ખામોશી પછી બંને એકી સાથે બોલી ઉઠીએ છીએ!


"આઇ લવ યુ"

Read More

એમ તો તારા વિરહ ની પળો માં પણ શ્વાસ ની આવન–જાવન તો થયા જ કરે છે.

પરંતુ જીંદગી તો એને જ કહેવાય કે જે પળો તારા સાનિધ્ય થી તરબતર હોય !

અને સાચું કહું તારા કરતાં તો તારી યાદ વધુ સારી લાગે છે. કારણકે મળીયે ત્યારે

તો થોડીક ક્ષણો માં જુદા થઇ એ છીએ. જયારે તારી યાદ તો ક્યારેક પાછી વળવા નું

નામ જ નથી લેતી. તારી યાદ મને તાજગી બક્ષે છે. તારી યાદ મારો શ્વાસ છે. તારી

યાદ મારા જીવન માં થી બાદ થતી ક્ષણો ને આબાદ કરે છે.



“હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,

ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે ક

Read More