Quotes by Aarti Rajpopat in Bitesapp read free

Aarti Rajpopat

Aarti Rajpopat

@aayutiles01gmailcom


“ અંતરયાત્રા “

ચાલને બહારના આ ઝાકમઝોળ અજવાળાને છોડીને,
જરા ભીતરના રમણીય ઉજાસને મળી આવીએ.

બહારના આ ખળભળાટને થોડી વાર અવગણીને,
જરા ભીતરના અભેદ્ય એકાંતને મળી આવીએ .

બહુ મળતા રહ્યા દુનિયાના અતરંગી લોકોને,
હવે ખુદના સતરંગી આત્માને મળી આવીએ.

બહારના આ ક્ષણભંગુર સુખને થોડીવારભૂલીને,
જરા ભીતરની શાશ્વત શાંતિને અનુભવી લઈએ.

બહાર તરફની આ નિરર્થક દોડને થંભાવીને,
ચાલને જીવનનો કશોક અર્થ શોધી લઈએ..

-આરતી રાજપોપટ.

Read More