બેઠો-બેઠો આરામ માણે
ઘર ઘરર ઘરર મેઘા ગાજે,
બાદ ઝરમરઝર વર્ષા વર્ષે
બહાર રાજા જંગલનો આવે
ઘોર સુની સૌ પશુચર નાહે,
સૂતો રબારી એકાએક જાગે,
ધેનુઓ છોડી ત્યાંથી એ ભાગે,
ઠેકડો મારતો ગૌ સમીપે આવે,
આઘેથી ઓજપને એ ઝાંખે
વ્યગ્રતાથી પીછેહઠ એ થાયે,
રજપૂતી તલવારો જોઈને
સીધો સાવજ દોટ મુકવા માંડે
ગૌરક્ષાના કાજે જે તલવાર ઉથાવે
સાવજને હાયરે ય બાથ ભીડે
એ જ ખરા રાજપૂત કહેવાયે !
"ધર્મો રક્ષતિ રક્ષિત:"