નજાકત એવી કે શબ્દો પણ શરમાય જાય,
નજર ઊઠે તો મૌન પણ કશું બોલી જાય.
હળવાં હાસ્યમાં છુપાયેલો સદીઓનો અર્થ,
એક પળમાં દિલના દરિયા બની વહી જાય.
પાયલના નાદ જેવી ચાલ એની એકદમ શાંત,
જો પગલાં પડે એનાં સમય પણ થોભી જાય.
એ ન બોલે તો પણ વાતો લખાય હવામાં,
એની ખામોશીથી શોર પણ સમાય જાય.
હેતની અદા જ એવી નિરાલી કે જગ જીતી લે,
દૂર રહે તો પણ હૃદયની સદા આસપાસ વહે.