અરે ઓ પાગલ,
આપણી
મુલાકાત થશે???
શું તેની
સાક્ષી કડક મીઠી
ચા થશે?
જો ચા સાક્ષી થશે.
સંબંધમાં મીઠાશ વધશે.
ચાહ હશે તો!
ચાના કપમાંથી
ગરમ વરાળ ઉડશે.
વ્યોમ ભણી.
શ્વાસમાં
તેની સુગંધ ભળશે,
એલચીના સ્વાદ જેવી.
ખરેખર, હૃદયને
તરોતાજા કરી દેશે.
તાજી ચા શ્વાસને.
જો હશે ચાહ હૈયેથી,
તો મુલાકાત થશે,
બે કપ ચાથી જ થશે.