વ્યાકુળ બની જાઉં છે હૃદય મારું, જયારે વાત થાય ના,
ઉદાસી ઘેરી લે છે મને ચોતરફથી, જ્યારે તું દેખાય ના.
ભલે ને વરસે છે ધોધમાર, તો પણ હું કોરો જ રહ્યો જો,
તારા એક સ્પર્શ વગર મારું હૃદય એમ કઈ ભીંજાય ના.
ફાસલો ઘણો છે મારાં અને તમારા શહેરો વચ્ચેનો પ્રિયે,
ને મજબૂરી જોવો મારી દિનપ્રતિદિન એમ ત્યા અવાય ના.
જગતના હરેક સૂર, સંગીત, રાગ ફિક્કા લાગવા લાગે છે,
મારાં કાન પર જ્યાં સુધી તારા પાયલ સૂર સંભળાય ના.
માત્ર તમારી જ તો એ નજર છે કે બધું વાંચી શકો છો તમે,
લાગણી વગર કોરા પત્રના કાગળમાં આંસુ એમ દેખાય ના.
મનોજ તેમના મિલનના મને અણસાર લાગે છે આ બધા,
નહિતર આ તપતા સૂર્યનારાયણ, વાદળી ઓથે છુપાય ના.
મનોજ સંતોકી માનસ