છેલ્લી મુલાકાત આજે આજે 
હવે પછી નહીં કાલે કાલે 
@કૌશિક દવે 
જ્યારે એણે સ્મિત કરીને કહ્યું 
મનમાં નિરાશા,પણ મેં સ્મિત કર્યું 
કેમ કહ્યું હશે એ ખબર નથી 
પૂછવાની મને હિંમત નહોતી 
હશે, એની મરજી હશે તો જ
ફરીથી એ મુલાકાત માટે કહેશે 
છેલ્લી મુલાકાત યાદ હતી મને 
એ હસીને વાત કરતી હતી મને 
શું બોલી એ યાદ નથી રહેતું 
બસ એના ખંજન અને સ્મિત ખૂબ ગમતું 
છેલ્લી મુલાકાત પછી ના કોઈ મેસેજ 
ચિંતામાં રહેતો,ના કરી શકતો મેસેજ 
એક બે મહિના પછી ખબર પડી 
બ્લડ કેન્સર થયું હતું, એ ખબર પડી.
એને મળવાની જીદ કરી હતી મેં 
પણ,દુનિયા છોડી ગઈ હતી એ 
છેલ્લી મુલાકાતની યાદમાં હતો હું 
મળી એક ચીઠ્ઠી,આપી હતી એની બહેને 
વધુ વાતો લખી ના શકું હું 
છેલ્લી યાદોમાં રહી શકીશ હું!
- કૌશિક દવે
 - Kaushik Dave