મારાં દરેક શ્વાસ પર તારો છે હક્ક,
જીવનની દરેક પળમાં તારો જ છે હક્ક.
હૃદયની ધડકનમાં તારી જ છે વાત,
મારી નજર શોધે છે બસ તારો જ મલક.
વિસરી ગઈ છું હું તો મારી જ જાતને,
તારા વિચારોમાં જ રહું છું હું મસ્ત.
તારી જ યાદોનું છે આખું સરનામું,
મારાં દુઃખોમાં પણ તારો જ છે ફલક.
તારા વગર આ જિંદગી છે અધૂરી સદા,
તું જ છે મારી દુનિયાનો સૌથી અમૂલ્ય હક્ક.
અંતિમ શ્વાસ સુધી આપીશ તારો સાથ,
નહીં છોડે વેદનાં ક્યારેય તારો સંગાથ.
ભલે આવે ગમે તેવી મુશ્કેલીઓ જીવનમાં,
હંમેશાં રહેશે મારા હૃદયમાં તારો જ ધબકાર.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹