મૌસમ લાવ્યો રંગ નવો, ભીંજાય આજ તનમન
દિલની ધરા ગુંજે, ગીતો ગાય આજ યૌવન.
આવ્યો છે વરસાદ,પર્ણ ઝીલે બુંદ, ઝળકે જાણે હીર ,
ખુશ્બૂ ફેલાવે માટીની, મન લલચાય રંગતની આજ,
આવ્યો છે વરસાદ.નીલું આંગણું નાચે, બુંદોની લયમાં,
યાદોનો ઝરણાં વહે, દિલ ભીંજાય આજ વર્ષામાં.
આવ્યો છે વરસાદ.સપનાં રંગે રેલે, આકાશે ઝૂલે,
ચાંદની સાથે પ્રીતમ, હૈયું મળવા દોડે આવ્યો છે વરસાદ,
વેદનાં વિરહની આગ ઠારે, બુંદોનો સ્પર્શ તનને
ઝંખના મારી નયનમાં, રૂંધતી આવે આજ યૌવનમાં
આવ્યો છે વરસાદ મન થાય દરેક બુંદને અધરનો સ્પર્શ આપું
પ્રીતમની બાહોની ઝંખના જાગે આજ, આવ્યો છે વરસાદ.
🌹✍️✍️ કલમ મારી પ્રતિસાદ તમારો 🌹 🌹