Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
સ્ત્રી છે પવન, ન રોકાય ક્યાંય,
આકાશની ઉડાન, ન ઝૂકે પાંખ
નીચે નયન.
કવચ તેનું બન્યું અગનજ્વાળાથી,
જીવનના યુદ્ધમાં, નહીં થાય હણાય.
મમતાનું આભૂષણ, હૈયે ધરે,
બાળની આંખોમાં સપનાં ભરે.
દુ:ખના વાદળો જ્યારે ઘેરાય આવે,
કરુણાની ઝરણે તે ઝંખના ધોવે.
સ્ત્રી છે સિંધુ, ઊંડાણ અપાર,
સહનશીલતાનો તેનો અડીખમ દ્વાર.
લાખ તોફાનો આવે, નહીં ડગે પગ,
હિંમતનો દીવો બળે, નહીં ઓલવે આગ.
ક્યારેક બહેન, ક્યારેક માત,
ક્યારેક પ્રિયા, બની જીવનની સાથ.
સંબંધોના દોરે બાંધે જગતને,
અશ્રુઓની પાછળ છુપાયે હસતાં નયન.
સમાજના બંધન, નિયમોના શેર,
તેના હૈયા ચીરે, નથી ખબર દુનિયાને
પણ ફરી ઊઠે છે, નવું સ્વપ્ન લઈ,
સ્ત્રીનું કવચ બન્યું, શક્તિની સ્વરૂપા ચઢે.
નથી તે માત્ર શરીર કે રૂપનું નામ,
નથી તે બસ ઘરનું એક નાનું ધામ.
સ્ત્રી તો છે વિશ્વની જનની, આદ્યશક્તિ,
કવચ તેનું બન્યું, અમર અનુભૂતિ.
ક્યારેક દુર્ગા બની, હાથે શસ્ત્ર ધરે,
ક્યારેક સરસ્વતી, જ્ઞાનનું ઝરણું વહે.
ક્યારેક લક્ષ્મી, સુખની વર્ષા કરે વેદનાં
સ્ત્રીનું કવચ, જીવનનું સત્ય ઉઘરે.
ઓ વિશ્વ, સાંભળ, તેના હૈયાનો નાદ,
નથી તે નબળી, નથી તે એકલી રાખો યાદ.
કવચ તેનું બન્યું, સ્વાભિમાન તેનું,
સ્ત્રી છે સૃષ્ટિ, જીવનની છે સનાતન વાત.