સદીઓથી પીસાતી આવી છે નારી,
દર્દની કહાની આંખોમાં છે ભારી.
બંધનોની બેડીઓમાં જકડાયેલી,
સપનાંઓ બધાં એના અધૂરાં છે વારી.
ઘરની ચાર દીવાલોમાં કેદ છે જીવન,
આઝાદીની વાત પણ લાગે છે ખારી.
સમાજના રિવાજોનો બોજ છે માથે,
દરેક ડગલે એની લાચારી છે ન્યારી.
અન્યાયની સામે લડતાં ડરે છે એ,
આંસુઓથી ભીની છે એની સાડી.
ક્યાં સુધી સહન કરશે આ અત્યાચાર?
હવે તો તોડે બંધન કેરી આ બેડી વેદનાં
સ્ત્રી ઉત્થાન ના લાગતાં નારા પુરુષ થકી.
હવે તો અબળા કરશે સિંહોની સવારી
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹