છુપાવું છું હું મારી દુવિધાઓ
મને ડર છે કે મારા મુખ કેરી હતાશા તું ઓળખી ન જા
તારા ફોનને ટાળું છું કારણ કે મને ડર છે કે
મારો અવાજ સાંભળી તું મારા દર્દ ને પારખી ન જા
તારા માટે જ તો પ્રાર્થનાઓ કરું છું રાત -દિવસ
પણ સાચું કહું ને તો હું તને કહી જ નથી શકતી
કેમ કહું હું મારું દુઃખ તને,
કારણ કે હું તને દુઃખી જોવા નથી માંગતી
તારી સાથે હસીને જ વાત કરું છું અને ખોટી ખોટી વાતો કરીને તારી પારખવાની નજરને ગેરમાર્ગે દોરું છું...
કારણ કે મને ડર છે કે મારી વાતો પરથી
મારા દુઃખને તું પારખી ન જા
છુપાવો છું હું ઘણું..
પણ સાચું કહું ને તો તારાથી કશું છૂપું પણ ક્યાં રહે છે મારાથી
- Bindu