મારા મૌન માં તારી જ મહેફિલ સજાવાય છે,
ભીડ માં પણ એકલતા ને, માણી જવાય છે.
સા રે ગ મ ના સાતેય સૂરો ને વગર તાલે છેડીને,
બનાવી કોઈ ગીત પણ, તારી યાદ માં ગવાય છે.
મળવા ની તો કયારેય કોઈ ચાહ રાખી નથી,
તો પણ રોજેરોજ સપનામાં, તને જ મળાય છે.
એકાંત માં જો જરા તને વાગોળ્યો ને તો
તારા શબ્દોની ફૌજથી, સ્મિત હોઠે મલકાય છે.
કાફીયા રદીફ મત્લા મકતા ની તો કયાં સમજ છે
તો પણ તારા નામની રોજ, કોઈ ગઝલ લખાય છે
તારા પ્રેમ ની સુગંધ ના દરિયા માં એવી ભીંજાઈ કે,
મારા અંતરની માટીમાં,જાણે કોઈ અત્તર છંટકાય છે.
મારા બોલ્યા વિના પણ બધું સમજી જાય છે તું,
નાહક અમસ્તું જ થોડી તને, મહાદેવ કહી જવાય છે.
- Sapna Agravat