ગણપતિ ઉત્સવ એક લાગણી ભર્યો તહેવાર છે. ગણેશ ચતુર્થી આવે તેના 15 દિવસ પહેલાથી તમામ લોકોમાં ઉત્સાહ હોય છે, લોકો તૈયારી કરવા માંડે છે.
આ તહેવારોની સૌથી ખાસ બાબતો એ છે, કે સૌ લોકો સાથે મળે છે. અને ખુશ થાય છે, નાચે છે, ધૂન કીર્તન કરે છે, આ તમામ ક્રિયા કરવાથી ખુશી મળે છે. એટલે જ તો ભારતના તહેવારો એકતા અને ખુશી નું પ્રતીક છે.
બાળકોમાં ગણેશ આગમન પ્રત્યે ખૂબ જ ઉત્સાહ હોય છે. સ્કુલે જઈને પણ માત્ર ને માત્ર ગણપતિ બાપા ના મંડપના જ વિચારો કરવા, ટ્યુશનમાં, મિત્રો સાથે માત્ર ને માત્ર ગણપતિની જ વાતો કરવી અને જલ્દીથી જલ્દી છૂટીને ક્યારે ઢોલ વગાડવા મળે તેની રાહ જોવી.
એ રોજે જુદી જુદી પ્રસાદી ખાવાનો આનંદ, આજે સવાર -સાંજે કોની આરતી છે તે જણાવવાનો આનંદ, કોને વધારે મોટું ઢોલ છે અને કોનું ઢોલ વધારે વાગે છે તેની સરખામણી કરવામાં આનંદ, કથા થાય તેમાં પ્રસાદ ખાવાનો આનંદ. આ ક્ષણો ને માત્ર ને માત્ર જીવી લેવાય
એ આરતી માં જવું અને આરતી ગાવી આરતી બાદ થાળ ગાવા, બાપાના નારા લગાડવા આનો અનેરો આનંદ છે. મહિલાઓ પણ આ ભજન કીર્તન કરીને અનેક ગણો આનંદ મેળવે છે.
દસ દિવસ લોકો સાથે રહે છે અને ગાઢ સંબંધો બંધાય છે અને જ્યારે અંતે વિસર્જન કરવાનો સમય આવે છે ત્યારે અંદરથી લાગણી ઉદભવે છે, કે કાલથી સમગ્ર શેરી મહોલલામાં શાંતિ હશે. કાલથી ફરી એક વર્ષ બાદ આવો મોકો આવશે. ફરી આ આનંદને ક્ષણો કાલથી છીનવાઈ જશે અને રોજિંદા જીવન ફરી શરૂઆત થઈ જશે.
કોમેન્ટમાં તમે તમારી લાગણી પણ વ્યક્ત કરી શકો છો.
-Kevin Changani
#ganapatifestival