એકાંત
આમ શબ્દ સાંભળતા જ કેટ કેટલાય વિચાર આવી જાય આ માનસપટ ઉપર , સાંભળી ને પણ એવું જ લાગે કે હા, ખરેખર એકલો જ હશે પણ કદાચ એમાં તાકાત ઘણી છે વિચારો ના વમળ માં ફસાયાં હોય ને પછી શોધીએ છે આ જ એકાંત ને જે નિર્ણય લેવા માટે ઉપયોગી નીવડે છે એકાંત માત્ર જગ્યા પૂરતી વાત નથી વાત છે માણસ ની પણ કેટલીય વાર માણસ પણ આ એકાંત નો અનુભવ કરે છે એ સમજે છે કે હું એકલો
છુંતો હું એક નકામો માણસ માત્ર છું પણ ખરેખર એ વ્યક્તિ તે સમયે સૌથી તાકાતવાન માણસ હોય છે એકાંત માણસ નું હોય કે જગ્યા નું એ જીવતા શીખવી જ દે છે અને બધી સમસ્યાઓ સામે લડી કેમ લેવું અને થોડા માં જીવન નિર્વાહ કેમ કરવો એ પણ શીખવી જ દે છે એક એક શબ્દ પાછળ કોઈ ને કોઈ અર્થ નીકળતો હોય છે જે વ્યક્તિ ને જીવન જીવવા સુધી નું કેટલુંય જ્ઞાન પીરસતું હોય છે
બસ જરૂર છે એને સમજવાની ને ઓળખવા ની
❤ લાગણી ના સરનામે
- Megha Kothari