અંત ઘડી એ પણ ચિંતા રહેતી
ઈચ્છાઓના આપણે કેટલા ગુલામ છીએ!
જીવનના અંતે બધું રાખ છે
નહીં કામમાં આવે ,કોઈ સંપત્તિ મૃત્યુ પછી
છતાં મોહ કરાવે, ઈચ્છાઓ એક પછી એક છે
જીવનના અંતે બધું રાખ છે
આપણે ક્યાં નરસિંહ મહેતા છીએ
ઈશ્વર પર પણ ક્યાં આપણો વિશ્વાસ છે?
ઈચ્છાઓ પર આધારિત છે આપણું જીવન
ઈશ્વર પુરી કરશે એવી આપણી આશા છે
જીવનના અંતે બધું રાખ છે
ઈચ્છાઓ નથી થતી આપણી પુરી
એટલે ઈશ્વર પર ઓછો થતો વિશ્વાસ છે
જીવનના અંતે બધું રાખ છે
બસ સત્ય એક જ દેખાશે મૃત્યુ ટાણે
બસ એક પછી એક છૂટતી ઈચ્છાઓ
કારણકે
જીવનના અંતે બધું રાખ છે
- કૌશિક દવે
-Kaushik Dave