દ્રશ્ય જોયું ઝરૂખેથી અદભૂત નજારો દેખાતો હતો
સામે હતું મંદિર વિષ્ણુજીનું, પાછળ ગંગાજી દેખાતા હતા
પાવન થયો હું યાત્રા કરીને,કાશી ધામ ગયો હતો
ગંગા મહેલના ઝરૂખા પરથી ગંગા ઘાટ દેખાતા હતા.
હર હર ગંગે ના નાદ સાથે, ઝરૂખેથી દેખતો હતો
મનમાં મહાદેવનું સ્મરણ ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ જોતો હતો
-Kaushik Dave