હું તો કોરો કાગળ હતી,
જેના પર બધાં પોત પોતાની કહાની લખતાં ગયાં,
કોઈએ પોતાનું બાળપણ ખોલ્યું તો કોઈ જવાની લખતાં ગયાં...
કોઈએ પોતાનાં દુઃખ કહી હળવા થયાં,
તો કોઈએ દુઃખ સાંભળી હળવા કર્યા...
કોઈએ જિંદગી નું મોલ સમજાવ્યું તો,
કોઈ જિંદગી ને નકામી કહી ગયાં...
બધા એ પોતાનાં મન ની કરી,
હું તો ખુશી કે દુઃખ નાં આંસુ એ રડતી રહી,
પણ એ બધાં મારા આંસુ નાં પાણી માં સહી ઓગાળી,
બસ પોતાની કહાની લખતાં ગયાં,
અને બસ ખાલી લખતાં જ ગયાં...